1) શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જે વિદ્યાર્થીઓને પી.ઈ.સી. માટેનું ફોર્મ ભરવાનું છે તેના માટેના નિયમો/સૂચનાઓ વગેરે યુનિવર્સિટીની વેબસાઈટ Click Here પર અપલોડ કરવામાં આવશે તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
2) પી.ઈ.સી. માટેનું ફોર્મ ક્યારે ભરવું? તેમજ અન્ય કોઈ વિગત માટે અલગથી પૂછપરછ કરવી નહીં યુનિવર્સિટીની વેબસાઈટ પર ફોર્મ ભરવા અંગેની વિગત નિર્ણય થયે મૂકવામાં આવશે.
3) જે વિદ્યાર્થીઓએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી / ગુજરાત બોર્ડમાંથી છેલ્લે અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પી.ઈ.સી. માટેનું ફોર્મ ભરવાનું રહેતું નથી, તેમ છતાં શરતચુકથી જો પી.ઈ.સી. માટેનું ફોર્મ ઓનલાઈન પેમેન્ટ સાથે ભરેલ હશે તો તે માટેની ફી રિફંડ થઈ શકશે નહીં.
4) અન્ય માન્ય યુનિવર્સિટી / બોર્ડમાંથી આ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલા પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફીકેટ (પી.ઈ.સી.) લેવું ફરજીયાત છે.
5) પી.ઈ.સી. માટેના આવેદન પત્ર વિદ્યાર્થી વેબપોર્ટલ https://admission.bknmuerp.in/PECApplicationform.aspx માં જઈ સ્ટુડન્ટ કોર્નર ટૅબ માંથી Apply For PEC લિન્ક પરથી ભરી શકશે, તેમજ તે અંગેનું પેમેન્ટ પણ ઓનલાઇન જ કરવાનું રહેશે. અન્ય કોઈપણ પ્રકારનાં માધ્યમ દ્વારા ફી સ્વીકારવામાં આવશે નહિ. ફી એકવાર ભર્યા પછી કોઇપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી કે ભવિષ્યના હેતુ માટે અનામત રાખવામાં આવશે નહિ.
6) પી.ઈ.સી. અંગેની પ્રક્રિયા ઓનલાઈન હોય, વિદ્યાર્થી પાસે વેલીડ ઈ-મેઈલ આઈ.ડી. હોવું ફરજીયાત છે. અન્યથા પ્રમાણપત્ર મળી શકશે નહિ. પી.ઈ.સી. ફોર્મમાં વિદ્યાર્થીએ મોબાઇલ નંબર તથા ઈ-મેઇલ આઈડી સ્પષ્ટ દર્શાવવા, અન્ય કોઈનો મોબાઇલ નંબર કે ઈ-મેઇલ આઈડી જો ફોર્મમાં દર્શાવેલ હશે તો ફોર્મ સબમિટ થયા બાદ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગેની સઘળી જવાબદારી પી.ઈ.સી. ફોર્મ ભરનાર સંબંધિત વિદ્યાર્થીની રહેશે.
7) પી.ઈ.સી. ફોર્મ સાથે જરૂરી આધારો અપલોડ કરવા ફરજીયાત છે. આધારો અપલોડ ન કરેલ કે અધૂરા જોડેલ અથવા ખોટા આધારો અપલોડ કર્યેથી પી.ઈ.સી. અત્રેથી જારી ન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે તેમ જ તે માટેની ફી રિફંડ થઈ શકશે નહીં. આ અંગે યુનિવર્સિટીની કોઈ જ જવાબદારી રહેશે નહીં.
8) પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફીકેટ અંગેની ફી રૂ. ૧૫૦/- નિયત કરવામાં આવેલ છે. ફી એકવાર ભર્યા પછી કોઇપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.
9) વિદ્યાર્થીએ ફોર્મ તથા ફી ભર્યેથી કામકાજના દિવસ ૨ દરમ્યાન વિદ્યાર્થીએ ફોર્મ ભરતા સમયે જે ઈ-મેઈલ આઈડી દર્શાવેલ હશે તે ઈ-મેઇલ આઈડી માં ડિજિટલ નકલ ઈસ્યુ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીએ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફીકેટ માટે યુનિવર્સીટી ખાતે આવવાનું રહેતું નથી.
10) જો કોઈ તકનીકી કે આકસ્મિક કારણો નહીં હોય તો પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફીકેટ જેટલું શક્ય હશે તેટલું વહેલું આપવામાં આવશે.
11) ફોર્મ સબમિટ/સેવ અને પેમેન્ટ કર્યા પછી તે ફોર્મની પેમેન્ટ રીસીપ્ટ ની પ્રિન્ટ સાચવી રાખવી જરૂરી છે.
12) જો વિદ્યાર્થીને સફળતાપૂર્વક ફીની ચુકવણી બાદ પણ ચલણ ન બતાવતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ ફરીથી પેમેન્ટ ના કરવું તેમજ ફી ભર્યેથી ૨૪ કલાક (૧ દિવસ) સુધી રાહ જોવી. ૨૪ કલાક (૧ દિવસ) બાદ ફરીથી એક વાર પોતાનું ફોર્મ ઓપન કરી ને જોવું જો તે સમયે પણ ફી ભર્યાનું ચલણ ન બતાવે તો તેવા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મેઈલ આઇડી pecbknmu@gmail.com પર કામકાજ ના દિવસ દરમ્યાન મેઈલ કરવો. મેઈલ કરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર તેમ જ સફળતાપૂર્વક ફીની ચુકવણી કરેલ છે તેના આધાર પુરાવા સાથે જોડવાના રહેશે.